તટસ્થ પદાર્થને વિધુતભારિત કઈ રીતે કરી શકાય છે ?
તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કરવા એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવો કે દૂર કરવો પડે છે.
જો તટસ્થ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુતભારિત અને જે પદાર્થ પર ઈલેક્ટ્રોન જાય તે ઋણ વિદ્યુતભારિત થાય છે.
જે પદાર્થ ઈલેક્ટ્રોન ગુમાવે તેનું દળ થોડા પ્રમાણમાં ધટે છે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તેનું થોડા પ્રમાણ દળ વધે છે.
જે પદાર્થનું વર્ક ફંકશન ઓછું હોય તે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે.
જ્યારે આપણે રેશમના દુકડા સાથે કાચનો સળિયો ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના ટુકડા પર જાય છે તેથી રેશમનું કાપડ ઋણ વિદ્યુતભારિત અને કાચનો સળિયો ધન વિદ્યુતભારિત બને છે.
બે અવાહક પદાર્થોને ઘસવાની ક્રિયામાં નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી તેમજ નાશ પણ પામતો નથી.
અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો.
એક કુલંબ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોન....
વિધુતભારિત અને વિદ્યુત તટસ્થ પદાર્થ કોને કહે છે ?
વિધુતભારનું ધ્રુવત્વ કોને કહે છે ?
પદાર્થ પરનો વિધુતભાર ક્યા સાધનથી પારખી શકાય છે ?