જો પદાર્થ માટે યંગ મોડ્યુલસ શૂન્ય હોય તો પદાર્થ કઈ અવસ્થામાં હોય ?
ઘન
ઘન પણ પાવડર
વાયુ
ઉપર પૈકી એકપણ નહી
એક હાથીના દાંતમાંથી બનાવેલ બોલ અને બીજો ભીની માટીમાંથી બનાવેલ બોલ સમાન પરિમાણના છે. તેમને સરખી ઊંચાઈએથી સપાટી પર પડવા દેવામાં આવે છે, તો તેમાં કયો બોલ સપાટી પર અથડાયા બાદ વધારે ઊંચે જશે ? શાથી ?
$L$ લંબાઈના અને $r$ ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડાથી લટકાવવામાં આવે છે. જો તેના બીજા છેડાને $F$ જેટલા બળથી ખેંચવામાં આવે તો તેની લંબાઇ જેટલી વધે છે. જો તારની ત્રિજ્યા અને લગાવેલ બળ બંને તેનાં મૂળ મૂલ્યોની સરખામણીમાં અડધા કરવામાં આવે તો, લંબાઈ થતો વધારો__________.
નીચેના બધા તાર પર સમાન બળ લગાવવામાં આવે તો લંબાઈમાં મહત્તમ વધારો શેમાં થાય ?
$1.05\, m $ લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતાં એક સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તાર વડે બંને છેડેથી લટકાવેલ છે. તાર $A $ સ્ટીલ અને તાર $B$ ઍલ્યુમિનિયમનો છે. તાર $A$ અને તાર $B$ ના આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $1.0\, mm$ અને $2.0\, mm$ છે. સળિયા પર કયા બિંદુએ $m $ દળ લટકાવવામાં આવે કે જેથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમના બંને તારમાં $(a)$ સમાન પ્રતિબળ $(b)$ સમાન વિકૃતિ ઉદ્ભવે ?
$2 \,m$ લંબાઈ અને $1 \,cm ^2$ આડછેદ ધરાવતા તારનુ તાપમાન $0^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી લઈ જવામા આવે છે અને આના લીધે લંબાઈમાં વધારો થતો ન હોય તો જરૂરી બળ કેટલુ લગાવુ જોઈએ? $\left\{Y=10^{10} \,N / m ^2, \alpha=10^{-6} /^{\circ} C \right\}$