- Home
- Standard 12
- Biology
આપણા પરંપરાગત જ્ઞાનને અવગણવું એ આપણા જૈવિક પેટન્ટ માટે નુકસાનકારક છે. સમજાવો.
Solution
બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપત્તિઓની પેટન્ટનું જે-તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે તેને જૈવતસ્કરી કહે છે.
મોટા ભાગનાં ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. પરંતુ જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરિત વિકાસશીલ અને અલ્પવિકસિત વિશ્વ જૈવસ્ત્રોત માટે જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવસ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે. જેના ફળસ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે.
વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. જેના કારણે કેટલાંક રાષ્ટ્રો પોતાના જૈવસ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે.
ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદો લાગુ કરેલ છે જે એવા મુદાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત, ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસિયા પ્રયાસ સામેલ હોય.