- Home
- Standard 12
- Biology
આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે ? સૂચવો.
Solution
આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણે છે. તેમની અવગણના અને અપમાન કરાય છે, જૂઠી માન્યતાને કારણે $23$ જોડી રંગસૂત્રોમાંથી $22$ જોડી નર અને માદામાં સરખી હોય છે તેને દૈહિક રંગસૂત્રો કહે છે. સ્ત્રીમાં $X$ રંગસૂત્રની જોડ હોય છે જ્યારે $X$ અને $Y$ રંગસૂત્રની હાજરી નરપણું નિશ્ચિત કરે છે. નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, $50\, \%$ શુક્રકોષો $X$ રંગસૂત્ર અને બાકીના $50\, \%$ $Y$ રંગસૂત્ર ધરાવે છે (દૈહિક રંગસૂત્ર સહિત) માદા ફક્ત એક જ પ્રકારના $X$ રંગસૂત્ર ધરાવતા અંડકોષ ઉત્પન્ન કરે છે. જો અંડકોષ $X$ રંગસૂત્ર ધરાવતાં શક્રકોષ દ્વારા ફલિત થાય તો ફલિતાંડ રજીમાં વિકાસ પામે અને જો $Y$ રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષથી ફલિત થાય તો તે નરમાં વિકાસ પામે, આમ, શુક્રકોષના જનીનિક બંધારણ દ્વારા બાળકની જાતિ $/$ લિંગ નિશ્ચયન થાય છે.