યંગ મોડ્યુલસના પ્રયોગમાં જો તારની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો $Y$ નું મૂલ્ય ...
$2 $ ગણું થાય
$4$ ગણું થાય
અચળ રહે
અડધું થાય
$(a)$ વર્તુળાકાર આડછેદની ત્રિજયા $1\,m$ અને એકમ લંબાઈ દીઠ $\mu $ દળ ધરાવતો સ્ટીલનો તાર છે જ્યારે તાર સમક્ષિતિજ પડેલો હોય કે છત પરથી લટકાવ્યો હોય ત્યારે તેની લંબાઈ $10\, m$ છે. તેના મુકત છેડે $25\, kg$ નો દળ લટકાવેલો છે. જો રેખીય વિકૃતિ $< \,<$ સંગત વિકૃતિ હોય અને તાર નિયમિત હોય, તો તારની લંબાઈનો વધારો કેટલો ? સ્ટીલની ઘનતા $7860\, kgm^{-3}$ અને યંગ મોડયુલસ $2 \times 10^{11}\,Nm^{-2}$ છે.
$(b)$ જો સ્ટીલની મજબૂતાઈ $2.5 \times 10^8\,Nm^{-2}$ હોય, તો તારના નીચેના છેડે કેટલું મહત્તમ વજન લટકાવી શકાય ?
$Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?
$A$ આડછેદનું ક્ષેત્રફળ, $r$ ત્રિજયાવાળી અને $E$ યંગ મોડયુલસ ઘરાવતી રીંગને $R$ ત્રિજયાની તકતી પર લગાવવા કેટલા બળની જરૂર પડે? $(R> r)$
તાર $A$ અને $B$ નાં દ્રવ્યના યંગ ગુણાંકોનો ગુણોત્તર $1:4$ છે, જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:3$ છે. જો બંને તારને સમાન મૂલ્યના બોજ લગાડવામાં આવે, તો તાર $A$ અને $B$ માં ......... ગુણોત્તરમાં ખેંચાણ (લંબાઈ વધારો) ઉદભવશે. [તાર $A$ અને $B$ સમાન લંબાઈ ધારો.]