યંગ મોડ્યુલસના પ્રયોગમાં જો તારની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો $Y$ નું મૂલ્ય ...
$2 $ ગણું થાય
$4$ ગણું થાય
અચળ રહે
અડધું થાય
પ્રત્યેકની ત્રિજ્યા $0.2\,cm$ અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ $......\times 10^{-6}\,m$ છે.(સ્ટીલનો યંગ ગુણાંક $=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}$)
સંપૂર્ણ કઠોર પદાર્થ માટે યંગ મોડયુલસનું મૂલ્ય ............... છે.
$6\,m$ લંબાઈ અને $3\,mm^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\,N/m^2$ છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ $4\,kg$ દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં $\frac{1}{4}$ ગણું છે. તારમાં ખેંચાણ $..........$ હશે.
$3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા કોપરના તાર પર $10\, kg$ બળ લગાવતા તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ....... $cm$ થાય .
એક લટકવેલા તાર પર ${10^3}$ newton બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય. તેવા બીજા સમાન તાર જેની લંબાઈ સમાન પરંતુ વ્યાસ $4$ ગણો હોય તે તારની લંબાઈમાં $1\, mm$ નો વધારો કરવા કેટલું બળ લગાવવું પડે ?