- Home
- Standard 12
- Biology
નીચે આપેલ ચાર્ટમાં તબક્કાઓ દર્શાવો જ્યાં અર્ધસૂત્રીભાજન અને સમવિભાજન $(1,\, 2$ અથવા $3)$ થાય છે.
મહાબીજાણુ માતૃકોષ $\xrightarrow{1}$ મહાબીજાણુઓ $\xrightarrow{2}$ ભ્રૂણપુટ $\xrightarrow{3}$ અંડકોષ.
Solution
મહાબીજાણુ માતૃકોષ $\xrightarrow{1}$ મહાબીજાણુઓ $\xrightarrow{2}$ ભ્રૂણપુટ $\xrightarrow{3}$ અંડકોષ.
$1\,=$અર્ધીકરણ $2\,=$સમવિભાજન ,$3\,=$અર્ધીકરણ
દ્વિકીય મહાબીજાણુ માતૃકોષ $(2n)$ અર્ધીકરણથી વિભાજન પામી ચાર એ કકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. ક્રિયાશીલ મહાબીજાણુમાં ત્રણ વખત થતાં સમવિભાજનથી આઠ એકકીય કોષકેન્દ્ર ધરાવતું ભૂણપુટ તૈયાર થાય છે. જયારે બીજા ત્રણ મહાબીજાણુ અવનત પામે છે.
ભ્રૂણપુટ એ સાત કોષીય અને આઠ કોષકેન્દ્રો ધરાવતી રચના છે. તેમાં ત્રણ કોષકેન્દ્રો અંડછિદ્રના છેડે; ત્રણ નાભિના છેડે અને એકકોષ મધ્યમાં આવેલ છે.
અંડછિદ્ર તરફ આવેલા કોષો સંયુક્ત રીતે અંડસાધન તરીકે ઓળખાય છે જેમાં બે સહાયક કોષો અને એક અંડકોષ છે.
જયારે નાભિના છેડે આવેલ ત્રણ કોષો પ્રતિધ્રુવ કોષો અને મધ્યનો કોષ એ ફલન થાય ત્યાં સુધી બે કોષકેન્દ્ર (ધ્રુવીય કોષકેન્દ્ર) ધરાવતો હોય છે.