- Home
- Standard 12
- Biology
મેન્ડલના કાર્ય તેમજ સફળતા વિશે માહિતી આપો.
Solution
ઓગણીસમી સદીની મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ. ઍગર મૅન્ડલે $(1856-1863)$ સાત વર્ષ સુધી વટાણા (Garden Pea Pisum sativum)ના છોડ પર પ્રયોગો કર્યા, તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા.
મૅન્ડલની સફળતા માટેનાં કારણો :
$(i)$ વટાણાના છોડને ખુલ્લી જગામાં સરળતાથી ઉછેરી શકાય છે.
$(ii)$ વટાણાની સંકર (hybrid) જાતો ફળદ્રુપ હોય છે.
$(iii)$ વટાણામાં સહેલાઈથી પરફલન કરાવી શકાય છે.
$(iv)$ સૌપ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો.
$(v)$ પ્રયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પરના પ્રયોગો દ્વારા મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું નિર્દેશન થાય છે.
આમ મૅન્ડલે આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કર્યું. ત્યારબાદના વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો જેનાથી કુદરતી નિરીક્ષણ અને નહિવત્ જટિલતાની સ્પષ્ટતા થઈ શકી.