- Home
- Standard 12
- Biology
શુક્રપિંડનું સ્થાન તથા રચના જણાવી, શુક્રોત્પાદક નલિકાઓ વિશે જણાવો.
Solution

નર પ્રજનનતંત્ર નિતંબ (Pelvis) પ્રદેશમાં આવેલ છે.
તેમાં શુક્રપિંડની એક જોડની સાથોસાથ સહાયક નલિકાઓ ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે.
શુક્રપિંડો $:$ શુક્રપિંડ ઉદરગુહાની બહાર આવેલી વૃષણકોથળીમાં આવેલાં છે. શુક્રપિંડનો વિકાસ, જયારે તે ઉદરગુહામાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. ત્યારબાદ તેઓ નીચે વૃષણકોથળીમાં ઊતરી આવે છે.
વૃષણકોથળી શુક્રકોષજનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન (શરીરના સામાન્ય તાપમાન કરતાં $2-2.5^{\circ} \mathrm{C}$ નીચું) જાળવવામાં મદદ કરે છે.
પુખ્તમાં દરેક શુક્રપિંડ, અંડાકાર આશરે $4$થી $5$ સેમી લાંબું અને આશરે $2$થી $3$ સેમી પહોળું હોય છે.
શુક્રપિંડો સઘન આવરણ વડે આવરિત હોય છે.
શુક્રોત્પાદક નલિકાઓ $:$ દરેક શુક્રપિંડ આશરે $250$ ખંડો ધરાવે છે. જેને શુક્રપિંડીય ખંડિકાઓ (testicular lobules) કહે છે.
પ્રત્યેક ખંડિકામાં એકથી ત્રણ શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે, જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
દરેક શુક્રોત્પાદક નલિકા પર તેની અંદરની બાજુએ બે પ્રકારના કોષો ધરાવે છે. જેને નરજનનકોષો (malegerm cells) કે આદિશુક્રકોષો (spermatogonia) અને સરટોલી કોષો (sertoli cells) કહે છે.
નરજનન કોષો અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાઈ જાય છે. જયારે સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે.