- Home
- Standard 12
- Biology
પોષકચકણ સમજાવી તેના પ્રકારો જણાવો.
Solution
સજીવોને વૃદ્ધિ, પ્રજનન તથા વિવિધ દૈહિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષકોના પુરવઠાની આવશ્યકતા હોય છે.
કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઈટ્રોજન, ફોરફરસ, કૅલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા $(standing state)$ તરીકે ઉલ્લેખવામાં આવે છે.
તે જુદા જુદા પ્રકારના નિવસનતંત્રોમાં જુદી જુદી હોય છે અને ઋતુ પર પણ આધારિત છે.
પોષકો નિવસનતંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુન:ચક્રણ પામે છે તથા આ પુન:ચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. નિવસનતંત્રના વિવિધ ધટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતાને પોષકચક્રણ કહેવાય છે. પોષકચક્રણુનું બીજું એક નામ જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (જૈવ = $bio$; સજીવન = $living organism$ અને ભૂ = $geo$; પર્વતો, હવા, પાણી = $rocks, air, water$) પણ છે.
પોષણચક્રો બે પ્રકારના હોય છે : $(a)$ વાયુરૂપ અને $(b)$ અવસાદી.
વાયુરૂપ પ્રકારના પોષણચક્ર (એટલે કે નાઈટ્રોજન, કાર્બનચક્ર) માટેના ભંડાર સંચયસ્થાન વાતાવરણમમાં હોય છે તથા અવસાદી ચક્ર (એટલે કે સલ્ફર,ફૉસ્ફરસચક્ર) માટેના ભંડાર પૃથ્વીના પોપડા કે સ્તરમાં આવેલા હોય છે.
પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ભેજ (આર્દ્રતા), $pH$, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે.