- Home
- Standard 12
- Physics
જો આવરણવાળા અને વિધુતભારરહિત વાહકને એક વિધુતભારિત વાહકની નજીક મૂકેલું હોય અને બીજા કોઈ વાહકો ન હોય તો વિધુતભારરહિત પદાર્થ વિધુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા પદાર્થના સ્થિતિમાનની વચ્ચેની જગ્યાએ (સ્થળે) હોવું જોઈએ તેવું સમજાવો.
Solution
મુખ્ય અર્થ એ થાય છે કે વિદ્યુતક્ષેત્ર $E =-\frac{d V }{d f}$ નો અર્થ એવો થાય છે કે વિદ્યુતક્ષેત્રની દિશામાં વિદ્યુતસ્થિતિમાન ધટે છે.
જો વિદ્યુતભારિત વાહકથી વિદ્યુતભારરહિત વાહક તરફ વિદ્યુતક્ષેત્રની દિશામાંનો કોર માર્ગ પસંદ કરીએ, તો આ માર્ગ પર વિદ્યુતભારિત વાહકથી અનંત અંતરે જતાં સ્થિતિમાન ઘટે.
હવે જો વિદ્યુતભારરહિત પદાર્થથી અનંત સુધીનો બીજે માર્ગ એવો પસંદ કરીએ કे, તો તેમાં ફરીથી સ્થિતિમાન વધારે સતત ધટતું જશે તેથી નિશ્ચિત કરી શકાય કે વિદ્યુતભારરહિત પદાર્થ જે વિદ્યુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા સ્થિતિમાનની વચ્ચે કોઈ સ્થળે મૂકવો જોઈએ.