- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. આ જ્ઞાન મનુષ્યને ઈ.સ. પૂર્વે $8000 – 1000$ $B.C.$માં પ્રાપ્ત થયું.
ઘોડાઓ, ગધેડાઓમાં અને ખચ્ચરમાં પસંદગીપાત્ર સંકરણ આશરે $6000$ વર્ષો પહેલાં પણ બેબિલોન અને એસ્ટિરિયાની પ્રાચીન સંસ્કૃતિ દ્વારા કરાવવામાં આવતું હતું.
તેમણે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉપસ્થિત વન્ય વસતિનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી તેમનું પ્રજનન કરાવ્યું તથા ઇચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કર્યા.
ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ (પૂર્વજ) વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતો (પંજાબની શાહિવાલ ગાય).
આમ, કહી શકાય કે પૂર્વજો લક્ષણોનાં વારસાગમન અને ભિન્નતા વિશે જ્ઞાન ધરાવતા હતા પણ ઘટનાઓના વૈજ્ઞાનિક સંદર્ભની માહિતી ખૂબ ઓછી હતી.
Standard 12
Biology