- Home
- Standard 12
- Biology
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?
Solution
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન પ્રાથમિક અવસ્થાની પરાકાજાએ અાવે ત્યારે જેવવિવિધતા વધે છે અથવા ફેરફાર પામે છે. પરિસ્થિતિકીય અનુક્રમણની અસરો નીચે મુજબ હોય છે :
$(a)$ તે વનસ્પતિમાં ફેરફારો લાવે છે કે જે ખોરાક અને વિવિધ પ્રકારના પ્રાણીઓના આશ્રયને અસર કરે છે.
$(b)$ જેમ અનુક્રમણ આગળ વધે છે તેમ વૃક્ષો, પ્રાણીઓ અને વિધટકોના પ્રકાર અને સંખ્યામાં ફેરફાર આવે છે.
$(c)$ પ્રાથમિક કે દ્વિતીયક અનુક્રમણ દરમિયાન કોઈ પણ સમયે, કુદરતી કે માનવ દ્વારા ઉત્પન્ન થયેલ ખલેલ જેવી કે આગ અને વનનાશ કે જે અનુક્રમણની ચોક્કસ અવસ્થાને પૂર્વેની અવસ્થા તરફ ફેરવે છે કે બદલે છે.
તે ઉપરાંત આવી ખલેલ નવી અવસ્થા ઊભી કરી શકે છે કે કેટલીક જતિઓને ઉત્તેજિત કરે છે અને કેટલાક ઉત્પાદક ઉપભોગીઓ અને વિધટકોની જાતિઓને નિષ્કિય કે દૂર કરે છે.
$(d)$ સમયને અંતે તેઓ મોટાં વૃક્ષોમાં આગળ વધે છે, તેના અંતે ક્રમાનુસારે સ્થાયી પરાકાષ્ઠાએ પહોંચેલ જંગલનું નિવસનતતંત્ર પ્રાપ્ત થાય છે.
$(e)$ જો પર્યાવરણ બદલાયેલ ન હોય તો પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય સ્થિર રહે છે.
$(f)$ સમયની સાથે મરુનિવાસી રહેઠાણ મેસોફાયટીક રહેંઠાણમાં રૂપાંતર પામી શકે છે.