$P (5,3)$ અને $Q(5,-8)$ ને જોડતી રેખા ....... છેદે.
$y$ -અક્ષને $(0,5)$ માં
$x$ -અક્ષને $(3,0)$ માં
$x$ -અક્ષને $(5,0)$ માં
$y$ -અક્ષ ને $(0,-8)$ માં
આકૃતિમાંથી બિંદુઓ $P, Q, R, S, T$ અને $O$ ના યામ લખો.
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે.
$(i)$ કોટિ $- 5$ છે અને ભુજ $3$ છે.
$(ii)$ ભુજ $5$ છે અને કોટિ $3$ છે.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(5,-5)$ એ $x-$અક્ષ પરનું બિંદુ છે.
નીચેના બિંદુઓના યામ શોધો :
$(i)$ તે $x$- અક્ષ અને $y$- અક્ષ બંને પર આવેલું છે.
$(ii)$ તેનો ભુજ $-4$ છે અને તે $y-$ અક્ષ પર છે.
$(iii)$ તેની કોટિ $5$ છે અને તે $x-$ અક્ષ પર છે.
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $5$ અને $3$ એકમ છે, એક શિરોબિંદુ ઊગમબિંદુ છે. લાંબી બાજુ $x-$ અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે, તો લંબચોરસનાં શિરોબિંદુઓનાં યામ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.