- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
હ્યુમન જીનોમ પ્રોજેકટનાં પ્રયોજન અને ભાવિ પડકારો વિશે માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution
$DNA$ અનુક્રમો દ્વારા મેળવાયેલી જાણકારી અને સંશોધનોથી જૈવિકતંત્રને સમજવામાં ખૂબ અનુકૂળતા થઈ ગઈ.
આ વિશાળ કાર્યને માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞોની સર્જનાત્મકતા અને કૌશલ્યનો ઉપયોગ કરી શકાશે.
હ્યુમન જીનોમ અનુક્રમોના કારણે જૈવિક સંશોધનોની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાઈ.
નવી ટેકનોલૉજીના કારણે વ્યાપક સ્તરે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટેની અનુકૂળતા થઈ શકી છે. તેનાથી જીનોમમાં પ્રાપ્ત જનીનો વિશે અભ્યાસ થઈ શકે છે.
પેશી $/$ અંગ કે ગાંઠ (tumor)માં જોવા મળતાં બધાં પ્રત્યાંકનો કે જૈવરસાયણોને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન પરસ્પર કઈ રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું.
Standard 12
Biology