- Home
- Standard 12
- Biology
$HGP$ ના મહત્ત્વના લક્ષ્યાંકો (goals) વિશે માહિતી આપો.
Solution
$HGP$ નાં કેટલાંક મહત્ત્વનાં લક્ષ્યાંકો નીચે મુજબ છે :
$(i)$ માનવના $DNA$ માં લગભગ $20,000\,-\,25,000$ બધા જ જનીનોને ઓળખવા.
$(ii)$ હ્યુમન જીનોમને બનાવતી $3$ બિલિયન રાસાયણિક બેઈઝ જોડના ક્રમને ઓળખવો.
$(iii)$ આ માહિતીને ડેટાબેઇઝ (database) સ્વરૂપે સંગૃહીત કરવી.
$(iv)$ માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો.
$(v)$ સંબંધિત માહિતીને ઈન્ડસ્ટ્રિઝ જેવા પ્રાઈવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી.
$(vi)$ પ્રૉજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ (ethical, legal and social issues) $(ELSI)$ ને સમજવી.
વ્યક્તિઓમાં જોવા મળતી $DNA$ની ભિન્નતા વિશે મળતી માહિતીથી માનવમાં જોવા મળતી અનિયમિતતાઓની ઓળખ, સારવાર અને અમુક હદ સુધી અટકાવવામાં મદદ મળે છે.
માનવેતર (મનુષ્ય સિવાયના) સજીવોના $DNA$ ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની ક્ષમતાના ઉપયોગ વડે સ્વાધ્ય સુરક્ષા, કૃષિ, ઊર્જા-ઉત્પાદન અને પર્યાવરણ સુધારની દિશામાં પ્રગતિ થઈ શકે છે.
આપણને કેટલાંક બેક્ટરિયા, યીસ્ટ, સૂત્રકૃમિ ડોસોફિલા, ડાંગર અને એરાબીડોસિસના અનુક્રમો વિશે જાણકારી મળી શકી છે.