- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
normal
અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
મોટા કદના સજીવો (વનસ્પતિઓ અને પ્રાણીઓ)ની રચનાકીય સમાનતાઓ (Similarities) અને ભિન્નતાઓ (જુદાપણું – Variation) સહેલાઈથી જોઈ શકાય છે. એ જ રીતે આંતરિક રચનાઓમાં પણ ઘણી સામ્યતાઓ અને ભિન્નતાઓ જોવા મળે છે.
વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંત:સ્થ રચનાશાસ્ત્ર (Anatomy) કહે છે.
વનસ્પતિઓ પાયાના એકમ તરીકે કોષો ધરાવે છે. કોષો પેશીઓમાં અને પેશીઓ અંગોમાં આયોજિત થાય છે.
વનસ્પતિના વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દેશવ છે.
આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની આંતરિક રચનામાં ભિન્નતા જોવા મળે છે.
આંતરિક રચનાઓ તેમના ભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો (Adaptations) દર્શાવે છે.
Standard 11
Biology