- Home
- Standard 12
- Biology
કૃત્રિમ પસંદગી શું છે ? શું તમે વિચારો છો કે તે કુદરતી પસંદગીની પ્રક્રિયાને અસર કરે છે ? કેવી રીતે ?
Solution
કૃત્રિમ પસંદગી (પસંદગીયુક્ત પ્રજનન) કેટલાંક લક્ષણો માટેનું ઇરાદાપૂર્વક પ્રજનન અથવા મનુષ્ય દ્વારા લક્ષણોનાં સંયોજનને વર્ણવે છે, જે જાતિમાં હાજર ભિન્નતાઓમાં વધારો પ્રેરે છે. તે ત્રણ પ્રકારે જોવા મળે છે $:$ સામૂહિક પસંદગી, શુદ્ધ-લાઇન પસંદગી અને ક્લોનિંગ પસંદગી. તે પ્રાકૃતિક પસંદગીને અસર કરે છે. પ્રાકૃતિક પસંદગી સજીવોની યોગ્યતા આધારે લક્ષણોની પસંદગી દર્શાવે છે. કૃત્રિમ પસંદગીમાં લક્ષણો મનુષ્યની ઇચ્છા પ્રમાણે સુધારાય છે.
પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા લક્ષણોની અભિવ્યક્તિમાં વસતિમાં ઉદ્વિકાશીય ફેરફારો પ્રેરે છે, જયારે કૃત્રિમ પસંદગી સરખી જ પ્રક્રિયા હોવાં છતાં, મનુષ્યનાં લાભ માટે દાખલ કરાયેલાં લક્ષણોને સાંકળે છે. તે ખૂબ ઝડપી પ્રક્રિયા છે અને લાંબા સમયે પર્યાવરણ માટે અયોગ્ય થવાની સમસ્યા ઊભી કરી શકે છે.