ભૌતિક રાશિઓના પરિમાણ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
કોઈ પણ ભૌતિક રાશિને તેનાં પરિમાણ દ્વારા દર્શાવી શકાય છે.
કોઈ પણ ભૌતિક રાશિને સાત મૂળભૂત (પાયાની) રાશિઓના સંયોજન વડે દર્શાવી શકાય છે. આ રાશિઓની સંજ્ઞા નીચે મુજબ છે.
દળ $: M$
લંબાઈ $: L$
સમય $: T$
વિદ્યુતપ્રવાહ $: A$
થરમોડાયેનિમક તાપમાન $: K$
જ્યોતિ ફ્લક્સ $: cd$ અને
દ્રવ્યનો જથ્યો : $\mathrm{mol}$ વડે દર્શાવાય છે.
જ્યારે કોઈ ભૌતિક રાશિના એકમને મૂળભૂત (પાયાની) ભૌતિક રાશિઓના એકમના જે ઘાત વડે દર્શાવવામાં આવે છે તે
ધાતાંકને ભૌતિક રાશિનાં પરિમાણ કહે છે.
અથવા
કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતાં ધાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે.
કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણને અને તેની સંજ્ઞાને $[ ]$ કૌસમાં મૂકવામાં આવે છે.
ક્દના પરિમાણ : $[L][L] [L]$ = $L$ $^{3}$ તેથી ક્દમાં દળના પરિમાણ શૂન્ય $[M\left.^{0}\right]$, સમયના પરિમાણ $[T\left.^{0}\right]$ અને લંબાઈના પરિણામ $[L^{3}]$
બળ $=$ દળ $\times$ પ્રવેગ
[બળ]$=$[દળ] $\times$ [પ્રવેગ]
$=[\mathrm{M}] \times\left[\mathrm{LT}^{-2}\right]$
$=\left[\mathrm{M} \mathrm{LT}^{-2}\right]$ છે.
જેમાં,દળના પરિમાણ $1$,લંબાઈના પરિમાણ $1$ અને સમયના પરિમાણ $-2$ છે.

Similar Questions

નીચે પૈકી કઈ જોડના પરિમાણિક સૂત્ર સમાન છે?

શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2010]

$M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}$ એ કોનું પારિમાણિક સૂત્ર છે?

સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું છે ?

$\mu_{0} \varepsilon_{0}$ ના ગુણકારનું પારિમાણિક સૂત્ર કોના જેવુ થાય?