- Home
- Standard 12
- Biology
ભ્રૂણપોષ (Endosperm) એટલે શું ? ભ્રૂણપોષ ના પ્રકારો વર્ણવો.
Solution
ત્રિકીય $(3n)$ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્રમાંથી ભ્રૂણપોષનો વિકાસ થાય છે. જે વારંવાર સમવિભાજનથી વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. તેનો વિકાસ ભ્રૂણના વિકાસ પહેલાં જ થાય છે, તેના ત્રણ પ્રકારો છે : કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબીયલ.
આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકસતા ભૂણને પોષણ પૂરું પાડે છે.
$(a)$ મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ $:$ આ સૌથી સામાન્ય પ્રકારનો ભૂણપોષ છે. $PEN$ વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે છે. ભૃણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ કહે છે.
$(b)$ બહુકોષી ભ્રૂણપોષ $:$ કોષકેન્દ્રો પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે અને ભ્રૂણપુટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાની બને છે. ત્યારબાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે. આ પ્રક્રિયા પણ પરિઘથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. અંતે બહુકોષી ભ્રૂણપોષ અસ્તિત્વમાં આવે છે.
અપરિપક્વ (કાચા) નાળિયેરમાં રહેલું પાણી બીજું કશું નથી પરંતુ મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ (હજારો કોષકેન્દ્રોથી બનેલો) છે. તેમજ તેની ફરતે આવેલ સફેદ ગર કે માવો (kernel) એ કોષીય ધૂણપોષ છે.
વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય. (દા.ત., વાલ, વટાણા, નાળિયેર) અથવા તે પરિપક્વ બીજમાં ચિરલગ્ન રહે (દા.ત. દિવેલા, નાળિયેર) અને બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે.