- Home
- Standard 11
- Biology
પુષ્પવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
Solution

$\Rightarrow$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે કે જયાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. આંતરગાંઠ વિસ્તરણ (Elongation) પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. સંકુચિત અક્ષની ટોચના અગ્ર ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્ષીય રીતે પુષ્પીય બહિરુદભેદો (Appendages – ઉપાંગો)ના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે.
$\Rightarrow$ જ્યારે પ્રરોહાગ્રા (Shoot Tip) પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશાં તે એકાકી હોય છે. પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ (Inflorescence) કહે છે. ટોચનો ભાગ પુષ્પોમાં રૂપાંતર પામે કે સતત વિકાસ પામતો રહે તેને આધારે પુષ્પવિન્યાસના મુખ્ય બે પ્રકાર છે : $(i)$ અપરિમિત (Racemose) અને $(ii)$ પરિમિત (Cynose)
$\Rightarrow$ અપરિમિત પુખવિન્યાસ : અપરિમિત (Racemose) પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ (Axis – ધરી) સતત વિકાસ પામતી રહી અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્ષીય રીતે પુષ્પો ઉદ્ભવે છે.
$\Rightarrow$ પરિમિત પુષ્પવિન્યાસ : પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં સમાપ્ત થાય છે. આથી તેની વૃદ્ધિ મર્યાદિત છે. પુષ્પો તલાભિસારી (Basipetal) ક્રમમાં ઉદ્ભવે છે.