પ્રક્રિયાની આણ્વીકતા એટલે શું ? તેમના પ્રકાર ઉદાહરણથી સ્પષ્ટ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પિસીઝ (અણુ, પરમાણુ અથવા આયન)ની જે સંખ્યા એક જ સાથે અથડાઈ (સંઘાત પામી)ને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે, સંકળાયેલા હોય છે તે સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વીકતા કહે છે. એક આણવીય, દ્વિ-આણવીય અને ત્રિ-આણવીય પ્રક્રિયા હોઈ શકે છે.

$(a)$ એક આણ્વીય પ્રક્રિયા : જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પિસીઝ એક હોય તેવી પ્રક્રિયાને એક આણવીય પ્રક્રિયા કહે છે. દા.ત., એમોનિયમ નાઈટ્રાઈટ $\left( NH _{4} NO _{2}\right)$ નું વિઘટન એક આણ્વીય પ્રક્રિયા છે.

$NH _{4} NO _{2( s )} \rightarrow N _{2( g )}+2 H _{2} O _{( g )}$

$(b)$ દ્રિ-આણ્વીય પ્રક્રિયા : જે રાસાયણિક પ્રક્રિયામાં બે સ્પિસીઝ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તેને દ્વિઆણવીય પ્રક્રિયા કહે છે.

દા.ત., હાઈડ્રોજન આયોડાઈડ $(HI)$નું વિઘટન તે દ્વિ-આણ્વીય પ્રક્રિયા છે. $2 HI \rightarrow H _{2}+ I _{2}$

$(c)$ ત્રિ-આણ્વીય પ્રક્રિયા : જે રાસાયણિક પ્રક્રિયામાં ત્રણ સ્પિસીઝ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તે પ્રક્રિયાને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. દા.ત., NOમાંથી $NO _{2}$ બનતી પ્રક્રિયા ત્રિ-આણ્વીય છે.

$2 NO + O _{2} \rightarrow 2 NO _{2}$

ત્રણ આણ્વીયતા ધરાવતી પ્રક્રિયાઓ ઘણી ઓછી છે અને આ પ્રક્રિયાઓ ઘણી જ ધીમી હોય છે.

$(d)$ બહુઆણ્વીય પ્રક્રિયાઓ : ત્રણ કરતાં વધારે અણુઓ એક જ સાથે સંઘાત પામે અને પ્રક્રિયા પામે તેવી સંભાવ્યતા (સંભાવના) ઘણી જ ઓછી છે. વળી આવી પ્રક્રિયા થાય તો પણ અતિ ધીમી હોય.

Similar Questions

એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...

  • [NEET 2023]

નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો : 

$(ii)$ $H _{2} O _{2}( aq )+3 I ^{-}( aq )+2 H ^{+} \rightarrow 2 H _{2} O ( l )+ I _{3}^{-} \quad$ વેગ $=k\left[ H _{2} O _{2}\right][ I ]$

$A + B\rightarrow C$ નીચેની પ્રક્રિયા માટે દર્શાવેલ માહિતીને લાગુ પડતુ દર નિયમ પસંદ કરો. 

$1$. $[A]$  $0.012$,  $[B]$   $0.0351\rightarrow $ પ્રારંભિક દર $  = 0.10$   

$2$.  $[A]$  $0.024$,  $[B]$  $0.070\rightarrow $  પ્રારંભિક દર $= 1.6$ 

$3$.  $[A]$  $0.024$,  $[B]$ $0.035\rightarrow $  પ્રારંભિક દર $ = 0.20$ 

 $4$.  $[A]$  $0.012$ ,   $[B]$ $0.070\rightarrow $  પ્રારંભિક દર $ = 0.80$

એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બધા પરિબળો અચળ રાખી કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ .......

  • [AIEEE 2006]

$aG + bH \rightarrow$ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જ્યારે $G$ અને $H$ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી હોય તો દર વધીને $8$ ગણું થાય છે. જો કે જ્યારે $G$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે $H$ ની સાંદ્રતા નિયત રહે તો દર બમણો થશે. તો સમગ્ર પ્રક્રિયાનો ક્રમ શું થશે?