- Home
- Standard 12
- Biology
અંડકોષજનન એટલે શું? અંડકોષજનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો.
Solution

પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (nogenesis) કહે છે, અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે કે, જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (nogonia -આદિ પૂર્વ અંડકોષ) નિર્માણ પામે છે. જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા $-I$ માં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત (સ્થાયી) રહે છે જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ (primary oocytes) કહે છે.
પ્રાથમિક પુટિકાઓ ગ્રંથિય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ)થી આવરિત થાય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.
દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે કે જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંત:આવરણમાં અને બહારનું સ્તરબાહ્ય આવરણમાં ફેરવાય છે. અહીં તમારું ધ્યાન ખેંચવું આવશ્યક છે કે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વઅંડકોષકદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન) વિભાજન પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે (આકૃતિ $b$). દ્વિતીયક પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકોસભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. આ તબક્કે આપણે આ બાબતે સ્પષ્ટ નથી. તૃતીયકપુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા (graafian follicle)માં ફેરવાયછે