- Home
- Standard 12
- Biology
શુક્રકોષજનન એટલે શું? શુક્રકોષજનનની ક્રિયાવિધિ સંક્ષિપ્તમાં વર્ણવો.
Solution

શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો (આદિ શુક્રકોષો) એ શુક્રકોષજનન (spermatogenesis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌવનારંભ (puberty)થી શરૂ થાય છે. આદિશુક્રકોષો [એકવચન-આદિશુક્રકોષ (spermatogonium)] શુક્રઉત્પાદક નલિકાઓ (seminiferous tubules) ની દીવાલની અંદર જોવા મળે છે. જે સમસૂત્રીભાજન (mitatic division) દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. દરેક આદિશુક્રકોષ દ્વિકીય હોય છે અને $46$ રંગસૂત્રો ધરાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો (primary spermatocytes) કહેવાતા કેટલાક આદિશુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રીભાજન પૂર્ણ કરી બે સરખા (સમાન), એકકીય કોષોનું નિર્માણ કરે છે જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (sec ondary spermatocytes) કહે છે, જે દરેક ફક્ત $23$ રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષો (spermatids) ઉત્પન્ન કરે છે (આકૃતિ). પ્રશુક્રકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ? પ્રશુક્રકોષો, શુક્રકોષો [spermatozoad sperms)] માં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને શુક્રાયાંતરણ (spermiogenesis) કહે છે.