2.Human Reproduction
medium

માણસમાં ફ્લનક્રિયા ક્યાં થાય છે ? ફલનક્રિયા દરમિયાન અંડકોષમાં શું ફેરફાર થાય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

સંવનન /  મૈથુન (copulation/coitus) દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવા (મુક્ત)માં આવે છે.

ચલિત શુક્રકોષો ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણસ્થાને (તુંબિકા-ઇથમસ જોડાણ) પહોંચે છે.

અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તુંબિકીય-ઇથમસ જોડાણસ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે. ફલન ફક્ત ત્યારે જ થાય છે.

જ્યારે અંડકોષ અને શુક્રકોષો એકસાથે તુંબિકીય-ઇથમસ જોડાણસ્થાને વહન પામે. આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી.

શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ (fusion)ની પ્રક્રિયાને ફલન (fertilisation) કહે છે.

ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસીડાના સંપર્કમાં આવે છે (આકૃતિ) અને પટલમાં ફેરફારોને પ્રેરે છે જે અન્ય શુક્રકોષોના પેલ્યુસીડા પ્રવેશને અટકાવે છે. આથી, તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ, એક અંડકોષને ફલિત કરે છે.

શુક્રાગ્રનો સ્ત્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસીડા અને કોષરસપટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે. જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે,

પરિણામે દ્વિતીય ધ્રુવકાય (secondary polar body) અને એકકીય અંડકોષ (ootid)નું નિર્માણ થાય છે. તરત જ શુક્રકોષનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર જોડાઈ દ્વિકીય ફલિતાંડ (zygote) બનાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.