પ્રક્રિયાની આણ્વીયતા ત્રણ કરતાં વધારે હોય તેની સંભાવ્યતા ઘણી અલ્પ હોય છે. તેનું કારણ શું છે ?
પ્રક્રિયા થવા માટે જરૂરી દહેલી સક્રિયકરણ ઊર્જા ધરાવતા અણુઓની વચ્ચે સંઘાત થવો જરૂરી છે.
એક જ સાથે ત્રણથી વધારે અણુઓ એકબીજાની સાથે સંઘાત પામે તે વાસ્તવિક નથી, જેથી ત્રણ કરતાં વધારે આણ્વીયતાની સંભાવના અતિ અલ્પ હોય છે.
$310\,K$ તાપમાને $Cl _{2( g )} + 2NO _{( g )} \rightarrow 2 NOCl_{( g )}$ આ પ્રક્રિયાનો વિકલન વેગ નક્કી કરવા માટે કરેલા ત્રણ પ્રયોગોના પરિણામો નીચે પ્રમાણે છે.
પ્રયોગ ક્રમ |
પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા $mol\, L ^{-1}$ |
પ્રક્રિયાનો મૂળ વેગ $=\frac{d\left[ Cl _{2}\right]}{d t}\, mol\, L ^{-1} \,s ^{-1}$ |
||
$[Cl_2]$ | $[NO]$ | |||
$(i)$ | $0.06$ | $0.03$ | $0.0054$ | |
$(ii)$ | $0.06$ | $0.08$ | $0.0384$ | |
$(iii)$ | $0.02$ | $0.08$ | $0.0128$ |
$(a)$ પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો.
$(b)$ પ્રક્રિયાનો ક્રમ ગણો.
$(c)$ વેગ અચળાંકનું મૂલ્ય ગણો.
એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.
$aG + bH \rightarrow$ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જ્યારે $G$ અને $H$ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી હોય તો દર વધીને $8$ ગણું થાય છે. જો કે જ્યારે $G$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે $H$ ની સાંદ્રતા નિયત રહે તો દર બમણો થશે. તો સમગ્ર પ્રક્રિયાનો ક્રમ શું થશે?
$2A + B \rightarrow C$ પ્રક્રિયા માટેનું દર સમીકરણ : દર $= k[A][B]$ મળે છે. તો આ પ્રક્રિયાનો સંબંધ માટે સાચું વિધાન કયુુ છે?
રાસાયણિક પ્રક્રિયા $2A + 2B + C \rightarrow$ નિપજ માટે સમીકરણને અનુસરતા : $r \propto [A] [B]^2$ પ્રક્રિયાનો ક્રમ......