- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
ઉદાહરણ આપી અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા વચ્ચેનો તફાવત સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

અપૂર્ણ પ્રભુતાની ઘટનામાં બે વિરોધાભાસી કારકો સાથે હોવા છતાં બંનેમાંથી કોઈ પણ કારક બીજા પર પ્રભુતા દર્શાવતું નથી અને વચગાળાનાં દેખાવ સ્વરૂપનું નિર્માણ થતું જોવા મળે છે.
દા.ત., ગુલબાસના છોડની આનુવંશિકતા (મિરાબિલીસ જલાપા) જેમાં વચગાળાનાં લક્ષણો $F_1$ પેઢીમાં જોવા મળે છે. સહપ્રભુતાની ઘટનામાં બે વિરોધાભાસી કારકો સાથે જોવા મળે છે અને બંને કારકો તેમની અભિવ્યક્તિ દર્શાવે છે. દા.ત., મનુષ્યમાં $AB$ રુધિરજૂથ જેમાં બંને કારકો રક્તકણની સપાટી પર એન્ટિજન $A$ અને $B$ દર્શાવે છે.
$(i)$ અપૂર્ણ પ્રભુતા દર્શાવતું સંકરણ
$[$ ચિત્ર $]$
$(ii)$ સહપ્રભુતા – રુધિરજૂથ
જનીનસ્વરૂપ | સપાટીય એન્ટિજન | સંતતિનું રુધિરજૂથ |
$I^A\,i$ (પ્રભુતા) | $A$ | $A$ |
$I^A\,I^A$ | $A$ | $A$ |
$I^B\,i$ | $B$ | $B$ |
$I^B\,I^B$ | $B$ | $B$ |
$I^A\,I^B$ | $AB$ | $AB$ |
$ii$ | $-$ | $O$ |
Standard 12
Biology
Similar Questions
normal