2.Human Reproduction
medium

માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો. 

Option A
Option B
Option C
Option D

Solution

ગર્ભધારણ $:$ માદા પ્રજનનતંત્રમાં શિશુના વિકાસના સમયને ગર્ભધારણ કહેવાય છે.

મનુષ્યમાં ગર્ભધારણનો સમય સામાન્ય રીતે આશરે અંડપતન પછીના $166$ દિવસો અને છેલ્લા ઋતુસ્ત્રાવ પછીના $280$ દિવસો $(40$ અઠવાડિયા$)$નો છે.

ઘણાં બાળકો $1$ થી $2$ અઠવાડિયાં વહેલાં કે મોડાં જન્મે છે.

પ્રથમ $8$ અઠવાડિયા દરમિયાન ફલિત અંડકોષને ગર્ભ કહે છે અને ત્યારબાદ તે ભ્રૂણ તરીકે ઓળખાય છે.

ગર્ભધારણ દરમિયાન ગર્ભમાં થતા ફેરફાર (વિકાસ) $:$ ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોષ સમૂહ (ભૂણ – embryo)એ બાહ્યગર્ભસ્તર (ectoderm)થી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃ ગર્ભસ્તર (endoderm)થી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે.

બાહ્યગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્યગર્ભસ્તર (Mecoderm) ઉત્પન્ન થાય છે.

આ ત્રણ સ્તરો પુખ્ત વ્યક્તિમાં બધી પેશીઓ (અંગો)ના નિર્માણને વેગ આપે છે.

અંતઃકોષ સમૂહમાં સ્ટેમકોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે.

ગર્ભીય વિકાસ સળંગ પ્રક્રિયા છે. જેનો સારાંશ નીચે પ્રમાણે છે $:$

મનુષ્યમાં એક મહિનાની ગર્ભાવસ્થા બાદ, ભૃણનું હૃદય નિર્માણ પામે છે. જે સ્ટેથોસ્કોપ (stethoscope) દ્વારા હૃદયનો અવાજ સાંભળી શકાય છે. તે વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની છે.

ગર્ભસ્થાપનના બીજા મહિનાને અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે.

$12$મા અઠવાડિયાને અંતે (પ્રથમ ત્રણ મહિના) મોટા ભાગનાં મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે. ઉદા. ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસેલ હોય છે.

પાંચમા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પર વાળ જોવા મળે છે.

$24$ અઠવાડિયા બાદ બીજા ત્રણ મહિના) શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. આંખના પોપચાં અલગ થાય છે અને પાંપણોનું નિર્માણ થાય છે.

ગર્ભાવસ્થાના નવ મહિના બાદ, ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ (પ્રસવ-delivery) માટે તૈયાર હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.