- Home
- Standard 11
- Biology
દઢોત્તક પેશી વિશે નોંધ લખો.
Solution

દઢોત્તક પેશી એ ખૂબ લાંબા, સાંકડા કોષો અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષદીવાલ યુક્ત સાંકડા કોષોની બનેલી છે.
કોષદીવાલમાં થોડા કે વધારે ગર્તા (Pits – ખાડા) હોય છે.
તે સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે.
લિગ્નિનના સ્કૂલનને કારણે કોષદીવાલ મજબૂત, કઠણ તથા પાણી માટે અપ્રવેશશીલ બને છે.
કોષો વચ્ચે આંતરકોષીય અવકાશો હોતા નથી.
સ્થાન : આ પેશી વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ આપતા અંગોમાં જોવા મળે છે.
પ્રકાર : રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે દૃઢોત્તક પેશી બે પ્રકારની જોવા મળે છે :
(i) તંતુઓ અને (ii) અબ્દિકોષો (કઠક).
$(i)$ તંતુઓ (Fibres) : તે વનસ્પતિના વિવિધ અંગોમાં જોવા મળે છે. તે લાંબા, પાતળા અને અણીવાળા કોષો છે.
કોષોની દીવાલ જાડી લિગ્નિનથી સ્થૂલિત હોય છે.
$(ii)$ અષ્ઠિકોષો (કઠકો – scleroids) : તે કાચલના (કવચયુક્ત ફળ – Nuts) ફલાવરણમાં જામફળ (Guava), નાસપતિ (Pear) અને ચીકુ (Sapota) જેવા ફળોના ગર પ્રદેશમાં, શિખી વનસ્પતિઓના બીજાવરણમાં, ચા (Tea) ના પર્ણમાં આવેલા છે.
કોષો ગોળાકાર, અંડાકાર કે ટૂંકા નળાકાર અને સ્થૂલિત હોય છે, સાંકડું પોલાણ (Cavity – Lumen) ધરાવે છે.
મહત્ત્વ : અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે.