ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત લખીને સમજાવો.
ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન નીચે આપેલી ભૌતિક પ્રક્રિયાઓમાંથી કોઈ પણ એક રીતે મેળવી શકાય.
$(1)$ તાપીય $(Thermionic)$ અથવા ઉષ્માજનિત ઉત્સર્જન : ધાતુઓને યોગ્ય રીતે (ધાતુના ફિલામેન્ટમાંથી વિદ્યુતપ્રવાહ
પસાર કરીને) ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રૉનને પૂરતી તાપીય (ઉષ્મીય) ઊર્જા આપવાથી તેઓ ધાતુમાંથી બહાર નીકળી જાય છે અને આ રીતે ઇલેક્ટ્રૉનના ઉત્સર્જનને તાપીય ઉત્સર્જન કહે છે. દા.ત. : ડાયૉડ, ટ્રાયૉડ તથા $T.V.$ ટ્યૂબમાં આ
રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે.
$(2)$ ક્ષેત્રીય (ફિલ્ડ) ઉત્સર્જન : ધાતુ પર આશરે $10^8\frac{V}{m}$ના ક્રમનું પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડીને તેની અસર હેઠળ ઇલેક્ટ્રૉનને ધાતુની સપાટીમાંથી બહાર કાઢી શકાય છે. તેને ક્ષેત્રીય ઉત્સર્જન કહે છે.
$(3)$ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન : જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ (વિકિરણ) આપાત કરવામાં
આવે છે ત્યારે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન થવાની ઘટનાને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કહે છે.
અહીં ઉત્સર્જાતા ઇલેક્ટ્રૉનને ફોટો ઇલેક્ટ્રૉન કહે છે.
વધારાની જાણકારી માટે :
$(4)$ ગૌણ ઉત્સર્જન : જ્યારે ઝડપી ઇલેક્ટ્રોન ધાતુની સપાટી સાથે અથડાય છે ત્યારે તે ધાતુમાંના મુક્ત ઇલેક્ટ્રૉનને તેમની
થોડી ઊર્જા આપે. તેથી, જો ઈલેક્ટ્રૉનની ઊર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં વધી જાય તો ઇલેક્ટ્રૉન ધાતુની સપાટી પરથી બહાર નીકળી જાય. આ રીતે ઉત્સર્જાતા ઇલેક્ટ્રૉનને ગૌણ ઇલેક્ટ્રૉન કહે છે અને ઇલેક્ટ્રૉનને આ રીતે દૂર કરવાની રીતને ગૌણ ઉત્સર્જન કહે છે.
કેથોડ કિરણો....
કૅથોડ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
ફાઈલીંગ ટ્યૂબમાંથી મળતા ક્ષ-કિરણઓની સખતાઈ શું દર્શાવે છે ?
નીચેનામાંથી કઈ કેથોડ કિરણની લાક્ષણિકતા નથી?
ડિસ્ચાર્જ ટ્યુબમાં પ્રવાહનું વહન કોના કારણે થાય છે?