11.Dual Nature of Radiation and matter
medium

ચોક્કસ ધાતુઓ પર $UV$ પ્રકાશ આપાત કરતાં કે ઘાતુઓને ગરમ કરતાં ઉત્સર્જાતા ઋણ વિધુતભારિત કણોની માહિતી આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

ઈ.સ.$1887$ માં એવું જણવા મળ્યું કે યોગ્ય ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતાં કે યોગ્ય ધાતુઓને ઉંચા તાપમાને ગરમ કરતાં ધાતુમાંથી ઋણ વિદ્યુતભારિત કણો ઉત્સાર્જિત થાય છે.

આ જુદ્દી-જુદ્દી રીતે ઉત્પન્ન થયેલા કણો એક સમાન પ્રકૃતિ ધરાવે છે જેમને ઈ.સ. $1897$ માં જે.જે.થોમસને ઇલેક્ટ્રોન નામ આપ્યું અને દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન દ્રવ્યનો મૂળભૂત, સાર્વત્રિક ઘટક છે અને ઈલેક્ટ્રોનની શોધ બદલ જે.જે.થોમસનને ઈ.સ.$1906$ માં ભૌતિકવિજ્ઞાન માટેનું નોબલ પારિતોષિક એનાયત કર્યું.

ઈ.સ.$1913$ માં અમેરિક્ન ભૌતિકશાસ્ત્રી આર.એ.મિલિકને તેલના બુંદ (ઓઈલ ડ્રોપ)ના પ્રયોગ પરથી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપ્યો તો તેને જાણવા મળ્યું કે કોઈ પણ તેલના બુંદ પરના વિદ્યુતભારનું મૂલ્ય ${1.602}\times{10}^{19} C$ ના મૂલ્યના પૂર્ણાંક ગુબાંકમાં જ મળે છે. આમ, મિલિકને સ્થાપિત કર્યું છે વિદ્યુતભાર ક્વોન્ટાર્ઝડ હોય છે.

$\left(\frac{e}{m}\right)$ વિશિષ્ટ વિદ્યુતભારના મૂલ્ય પરથી ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન $(m)$ શોધી શકાય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.