- Home
- Standard 11
- Chemistry
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
Solution
આણ્વિય કક્ષકોની રચનામાં પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન $(LCAO)$ નીચેની શરતો સંતોષાય તો જ શક્ય બને છે. સંયોજાતી પરમાણવીય કક્ષકોની ઊર્જા સરખી અથવા લગભગ સરખી હોવી જોઈએ.
આ અનુસાર $1s$ કક્ષક બીજી $1s$ કક્ષકની સાથે સંયોજાશે પણ $2s$ ની સાથે નહીં કારણકે $2s$ ની ઊર્જા $1s$ની ઊર્જાના કરતાં નોંધપાત્ર રીતે વધારે છે પણ જો પરમાણુઓ જુદા-જુદા હોય તો આ સાચું નથી. સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વિય અક્ષની ઉપર સમાન રીતે સંમિત હોવી જોઈએ, પ્રણાલિ પ્રમાણે $Z-$અક્ષને આવીય અક્ષ તરીકે લેવાય છે. એક પરમાણુની $2p_z$, કક્ષક બીજા પરમાણુની $2p_z$, કક્ષકની સાથે સંયોજાશે.
બે પરમાણ્વીય કક્ષકોની ઊર્જા સમાન અથવા ઓછા ઊર્જા તફાવતની હોય તો પણ એક પરમાણુની $2p_z$, કક્ષક બીજા પરમાણુની $2p_x$, અથવા $2p_y$, કક્ષકની સાથે સંયોજાશે નહીં, કારણકે તેમની સંમિત ભિન્ન છે અને તેથી સંમિશ્રણ થતું નથી. સંયોજાતી પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણની માત્રા વધારે હોય તેમ આણ્વીય કક્ષકના કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રૉન ઘનતા વધારે થશે