સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
જ્યારે સુવાહકની સ્થાયી સ્થિતિમાં તેની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુતપ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
સુવાહકકમાં મુક્ત ઇહેક્ટ્રોન હોય છે. સુવાહકને વિદ્યુતક્ષેત્રમાં મૂકવાથી મુક્ત ઈલેક્ટ્રોન (વિદ્યુતભાર) બળ અનુભવે છે અને ધસડાય છે.
સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન (આયનો) વિદ્યુતભાર, સુવાહક્માં એવી રીતે વહેંચાય છે કे જેથી સુવાહકની અંદર બધે વિદ્યુતભારો હોતાં નથી તેથી સુવાહકની અંદર સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.
સ્થિત વિધુત શિલ્ડિંગની આકૃતિ દોરીને સમજાવો.
$1\,cm$ અને $2\,cm$ ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે ${10^{ - 2}}\,C$ અને $5 \times {10^{ - 2}}\,C$ છે. . જો તેઓ વાહક તાર દ્વારા જોડાયેલા હોય, તો નાના ગોળા પર વિદ્યુતભાર કેટલો થશે?
આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?
$6\ cm$ ત્રિજયા ઘરાવતા ગોળીય કવચને સમકેન્દ્રિત રહે તેમ $4\ cm$ ત્રિજયા ઘરાવતો ગોળો મુકેલ છે. બહારની ગોળીય કવચને ગ્રાઉન્ડ કરેલી છે.જો અંદરના ગોળાનો વોલ્ટેજ $3\ e.s.u$ હોય તો તેમાં વિદ્યુતભાર કેટલા .......$ e.s.u.$ થાય?
$5\,mm$ અને $10\,mm$ ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો $A$ અને $B$ ને $2\,cm$ અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા $A$ અને $B$ ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર $.......$ થશે.