તફાવત આપો : મૃદુતક પેશી અને દઢોત્તક પેશી
મૃદુતક પેશી | દઢોત્તક પેશી |
$(1)$ વનસ્પતિમાં સાર્વત્રિક જોવા મળે છે, જેમ કે મૂળ,પ્રકાંડ, પર્ણ, ફળ વગેરેમાં હોય છે. | $(1)$ તે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં પરિચક્રમાં એકદળી વનસ્પતિના પ્રકાંડ અને પર્ણદંડના અધઃસ્તરમાં જોવા મળે છે. |
$(2)$ કોષો જીવંત, પાતળી અને સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ ધરાવે છે. | $(2)$ કોષો સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે. |
$(3)$ આંતરકોષીય અવકાશ જોવા મળે છે. | $(3)$ આંતરકોષીય અવકાશ હોતો નથી. |
$(4)$ પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્રાવ જેવા કાર્યો કરે છે | $(4)$ લિગ્નિનનું સ્થૂલન ધરાવતા હોઈ અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે. |
નીચે પૈકી કઈ પેશીમાં ખાસ પ્રકારની સ્થૂલિત દિવાલ જોવા મળતી નથી?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?
જલવાહિનીનાં તત્વો અને ચાલની નલિકાનાં તત્વોનું સામાન્ય બંધારણીય લક્ષણ .........છે.
જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?