- Home
- Standard 12
- Biology
પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કઈ રીતે થઈ શકે ?
Solution
પ્રભાવિતા (dominance) એટલે શું ? કેટલાંક કારક પ્રભાવી તો કેટલાંક પ્રચ્છન્ન કેમ હોય ?
આ માટે જનીનના કાર્યને સમજવું જરૂરી છે. જનીનમાં વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે.
દ્વિકીય સજીવો કારકોની જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની બે નકલ ધરાવે છે. કારકોની જોડ હંમેશાં સમાન ન હોતાં વિષમયુગ્મી પણ હોઈ શકે. તેમાંના એક કારકની ભિન્નતાનું કારણ તેમાં આવેલાં પરિવર્તન હોઈ શકે, જે ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે.
ઉદા. એક એવા જનીનને લેવામાં આવે જેમાં એક ઉત્સુચક બનાવવાની માહિતી હોય. આ જનીનના બંને પ્રતિરૂપ તેના બે કારક સ્વરૂપ છે. સામાન્ય કારક, એવો ઉત્સુચક ઉત્પન્ન કરે જે એક પ્રક્રિયાથી $‘s'$ના રૂપાંતરણ માટે આવશ્યક છે.
રૂપાંતરિત કારક નીચેનામાંથી કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે : $(i)$ સામાન્ય $/$ ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક $(ii)$ બિનકાર્યક્ષમ ઉત્સુચક $(ii)$ ઉત્સચકની ગેરહાજરી.
પહેલા કિસ્સામાં રૂપાંતરિત કારક, અરૂપાંતરિત એલેલ સમાન હોય છે. એટલે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જાશે. તેના પરિણામે પ્રક્રિયાથી $‘s'$નું રૂપાંતરણ થશે.
પણ કારક જો બિનકાર્યક્ષમ ઉન્સેચક અથવા ઉત્સુચક ઉત્પન્ન ના કરે તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. સ્વરૂપ પ્રકાર $/$ લક્ષણો અરૂપાંતરિત કારકોનાં કાર્ય પર આધારિત છે.
કાર્યકારી કાર, જે વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવે તે પ્રભાવી હોય અને રૂપાંતરિત કારક પ્રચ્છન્ન હોય છે.