English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે ? સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

મનુષ્યમાં $23$ જોડી રંગસૂત્રો હોય છે તે પૈકીની $22$ જોડ દૈહિક રંગસૂત્રો (Autosomes) ધરાવે છે. તે સ્ત્રી તથા પુરુષમાં સમાન હોય છે.

સ્ત્રીમાં $23$મી જોડી બે એકસરખા $X$ રંગસૂત્રો ધરાવે છે. પુરુષમાં $23$મી જોડીનું એક રંગસૂત્ર $X$ અને તેનું સયુગ્મી રંગસૂત્ર $Y$ હોય છે જે કદમાં નાનું હોય છે.

સીમાં અંડકોષો એક જ પ્રકારના હોય છે. દરેક અંડકોષ $22$ દૈહિક રંગસૂત્રો અને એક $X$ લિંગી રંગસૂત્ર ધરાવે છે.

પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના હોય છે. કુલ પૈકીના અડધા શુક્રકોષો $22$ દૈહિક રંગસૂત્રો અને એક $X$ લિંગી રંગસૂત્ર, જયારે બાકીના અડધા શુક્રકોષો $22$ દૈહિક રંગસૂત્રો અને એક $Y$ રંગસૂત્ર ધરાવે છે.

શિશુ પુત્ર $/$ પુત્રી થશે તેનો આધાર શુક્રકોષ પર રહેલ છે. જે અંડકોષને ફલિત કરે છે.

આથી સ્પષ્ટ છે કે શિશુનું લિંગ નિશ્ચયન શુક્રકોષની આનુવંશિક સંરચના દ્વારા જ નક્કી થાય છે. તેમજ પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુ નર $/$ માદા તરીકે વિકસવાની સંભાવના $50\, \%$ જેટલી ધરાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.