$\rm {DNA}$ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બેઇઝ - જોડાણ પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાને અલગ લાક્ષણિકતા આપે છે.

બંને પોલિવુક્લિઓટાઇડ શૃંખલા એકબીજાની પૂરક હોય છે. તેથી એક શૃંખલામાં રહેલા બેઇઝ ક્રમની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઇઝ ક્રમની માહિતી મેળવી શકાય છે.

જો $DNA$ $($parent DNA$)$ ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ $($template$)$ તરીકે વર્તે તો બેવડી કુંતલમય $DNA$ $($daughter DNA$)$નું નિર્માણ થાય છે કે પિતૃની આબેહૂબ નકલ હોય છે.

$DNA$ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે :

$(1)$ $DNA$ બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓનું બનેલું છે. તેનું માળખું શર્કરા-ફૉફેટનું બનેલું છે અને નાઇટ્રોજન બેઇઝ અંદરની તરફ ઊપસી આવેલ છે.

$(2)$ બંને શૃંખલાઓ એકબીજાથી પ્રતિસમાંતર (anti parallel) છે એટલે કે જો એક શૃંખલાની ધ્રુવતા $5' \rightarrow 3'$ હોય તો બીજી શૃંખલા $3'  \rightarrow  5'$ ની ધ્રુવતા દર્શાવે છે.

$(3)$ બંને શુંખલાના નાઇટ્રોજન બેઇઝ એકબીજા સાથે જોડાઈ બેઇઝ -જોડ બનાવે છે. એડેનીન અને થાઇમિન બે હાઇડ્રોજન બંધથી જોડાય છે, ગ્વાનીન અને સાઇટોસિન ત્રણ હાઇડ્રોજન બંધથી જોડાય છે.

$A>/T$ $G>-/C$

આના કારણે યુરિન સામે પિરિમિડીન આવે છે. બંને શુંખલાઓ વચ્ચે સમાન અંતર જળવાઈ રહે છે.

$(4)$ બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે. કુંતલનો ગર્ત (pitch) $3.4\, nm$ (એક નેનોમીટર એટલે $10^{-9}$ મીટર) હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં $10\, bp$ જોવા મળે છે. પરિણામે એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ $0.34\, nm$ હોય છે. પ્રત્યેક કુંતલ $10$ બેઇઝ પર ધરાવે છે.

968-s19g

Similar Questions

નીચે આપેલ રચનાને ઓળખો.

$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?

$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે.......

  • [AIPMT 2006]

પોલિવુક્લિઓટાઈડ શૃંખલામાં નિકટવર્તી ન્યુક્લિઓટાઈડ $... . .$ દ્વારા જોડાય છે.

ન્યુકિલઓટાઇડ એ ………… ના બનેલ છે.

  • [AIPMT 1991]