રૂપાંતરિત સિદ્ધાંત માટેનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો.
એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી $(1993-44)$ના સંશોધન પહેલાં પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે તેવી માન્યતા હતી.
ગ્રિફિથના રૂપાંતરિત સિદ્ધાંત (transforming principle)ની જૈવરાસાયણિક પ્રકૃતિનો આ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો.
ગરમીથી મૃત $S$ કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો $(DNA, RNA,$ પ્રોટીન$)$થી તેમણે શોધ્યું કે કયું દ્રવ્ય જીવંત $R$ કોષોને $S$ કોષોમાં રૂપાંતરિત કરે છે. તેમણે દર્શાવ્યું કે $S$ બૅક્ટરિયાનું $DNA$ જ $R$ બૅક્ટરિયાનું રૂપાંતરણ કરે છે.
તેમનાં સંશોધનો દ્વારા માહિતી મળી કે પ્રોટીએઝ કે $RNAase$ ઉત્સેચકોની આ રૂપાંતરણ પર અસર થતી નથી માટે રૂપાંતરિત પદાર્થ પ્રોટીન કે $RNA$ નથી.
પરંતુ $DNAase$ દ્વારા પાચનથી આ પ્રક્રિયા અવરોધાય છે. એનાથી સ્પષ્ટતા થાય છે કે $DNA$ રૂપાંતરણ માટે જવાબદાર જનીન દ્રવ્ય છે.
કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?
બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ?
$Pneumococus$ બેક્ટેરિયાનો ઉપયોગ કરી "રૂપાંતરણ"ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .........છે.
$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે
ગ્રિફીથે કોના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?