English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો. 

Option A
Option B
Option C
Option D

Solution

બૅક્ટરિયામાં મુખ્ય ત્રણ પ્રકારનો $RNA$ હોય છે $:$ $m-RNA, t-RNA, r-RNA.$ આ ત્રણેય કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક હોય છે.

$m-RNA$ ટેબ્લેટ તરીકે વર્તે છે, $t-RNA$ એમિનો ઍસિડને લાવવાનું તેમજ આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. $r- RNA$ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્મરણ (catalysing) ભૂમિકા ભજવે છે.

બેક્ટરિયામાં $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ એક જ હોય છે જે બધા પ્રકારના $RNA$ના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે.

$RNA$ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને પ્રયાંકનનો પ્રારંભ કરે છે, તે ન્યુક્લિઓટાઇડના ટ્રાયફૉસ્ફટનો પ્રક્રિયક સ્વરૂપે ઉપયોગ કરી ટેબ્લેટમાંના ક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે.

ફક્ત $RNA$નો થોડોક ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. જ્યારે $RNA$ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત $RNA$ અને $RNA$ પોલિમરેઝ છૂટાં પડે છે.

અહીં પ્રત્યાંકન પ્રક્રિયા પૂરી થાય છે.

માત્ર $RNA$ પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયાને ઉત્રેરિત કરવા સક્ષમ છે. તે પ્રારંભિક કારક (initiation factor) $(\sigma)$ અને સમાપ્તિકારક (termination factor) $(\rho)$ સાથે જોડાઈને પ્રત્યાંકનનો અનુક્રમે પ્રારંભ કરે છે કે સમાપન કરે છે. આ કારકો $RNA$ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતામાં પરિવર્તન લાવે છે જેનાથી પ્રારંભ અથવા સમાપ્તિ થાય છે.

બૅક્ટરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય છે. (કોષરસ અને કોષકેન્દ્ર અલગ નથી હોતાં, માટે) તેથી ઘણીવાર $m-RNA$નું પૂર્ણ પ્રત્યાંકન થતા પહેલા જ ભાષાંતર શરૂ થઈ જાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.