English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

$\rm {VNTR}$ વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

$VNTR$ (વેરિયેબલ નંબર ટેન્ડમ રિપિટ્સ) સેટેલાઇટ $DNA$ના વર્ગમાં આવે છે. (મિનિ સેટેલાઇટ) તેમાં એક નાનો $DNA$ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધીય રીતે જોડાયેલા હોય છે.

પુનરાવૃત્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં બહુરૂપતા જોવા મળે છે. જેના કારણે $VNTR$ના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે.

તેનું કદ $0.1$થી $20$ $Kb$ (કિલો બેઇઝ)નું હોય છે.

$VNTR$ પ્રોબથી સંકરણના ફળસ્વરૂપે મળતા ઓટોરેડિયોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના $DNA$ના વિશિષ્ટ સ્વરૂપને દર્શાવે છે.

આ પટ્ટીઓ એક યુગ્મક (monozygotic) છોડીને કોઈ પણ વ્યક્તિગત વસતિમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્નભિન્ન હોય છે.

પોલિમરેઝ ચેઇન રિએક્શનનો $(PCR)$નો ઉપયોગ કરી તેની સંવેદનશીલતા વધારી શકાય છે.

આના કારણે કોઈ એક કોષમાંથી મળતાં $DNA$માંથી પર્યાપ્ત $DNA$ ફિંગરપ્રિન્ટિગ વિશ્લેષણ કરી શકાય છે.

આનો ઉપયોગ ફોરેન્સિક વિજ્ઞાન સિવાય અન્ય ક્ષેત્રમાં પણ થાય છે જેમ કે, વસતિ અને જનીનિક વિવિધતાના નિશ્ચયન માટે, ઘણા બધા વિવિધતાવાળા પ્રોબ્સનો ઉપયોગ $DNA$ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા થઈ શકે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.