- Home
- Standard 12
- Biology
જૈવિક ઉદ્દવિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.
Solution
સાચા અર્થમાં પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી ઉપર ઉદ્દવિકાસ ત્યારે શરૂ થયો હશે જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા ધરાવતા સજીવોનાં કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ હશે.
ઉદ્દવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે. નવાં સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર અથવા જીવનકાળ સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતાં સૂક્ષ્મ જીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે.
આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત (ધારો કે $A$ ) ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો વસ્તીનો ફક્ત તે જ ભાગ (ધારો કે $B$ ) બાકી રહેશે કે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહ્યા હોય. એક નિશ્ચિત સમય (અવધિ) દરમિયાન આ વસ્તીનું ભિન્નરૂપ બીજા કરતાં વધશે અને નવી જાતિઓ તરીકે અસ્તિત્વમાં આવશે.
આવું થોડા દિવસોમાં જ થાય છે. પણ આ જ બાબત જ્યારે મત્સ્ય કે મરઘી માટે લાગુ પડે ત્યારે તેમાં લાખો વર્ષો લાગે છે, કારણ કે તેમનો જીવનકાળ વર્ષોનો હોય છે. અહીં આપણે કહી શકીએ કે $B$ ની યોગ્યતા $A$ કરતા નવી પરિસ્થિતિ નીચે વધુ સારી છે. પ્રકૃતિ યોગ્યતમને જ પસંદ કરે છે. એ યાદ રાખવું જરૂરી છે કે, કહેવાતી યોગ્યતાઓ એ લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે કે જે વારસાગત હોય છે.
આથી, પસંદગી અને ઉદ્દવિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જોઈએ. બીજા શબ્દોમાં કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. અનૂકૂલનક્ષમતા વારસાગત હોય છે. તે જનીનિક આધાર ધરાવે છે. યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે.
શાખાકીય અવતરણ (branching descent) અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના ઉદ્વિકાસવાદના બે ચાવીરૂપ ખ્યાલો છે