નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નશાકારક પદાર્થો અને આલ્કોહૉલના સેવનની તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્ત્રાવ (cerebral hemorrhage)ને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે. નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહૉલ સાથે તેમનું સેવન તેની વધુ માત્રા છે અને તે મૃત્યુ પણ પ્રેરે છે.

યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહૉલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કૉલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટ.

          નશાકારક પદાર્થો / આલ્કોહૉલના સેવનની દૂરોગામી અસરો પણ હોઈ શકે છે. જો બંધાણીને નશાકારક પદાર્થો / આલ્કોહૉલ ખરીદવા પૈસા ન મળે તો તે ચોરી કરવા પ્રેરાય છે. તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ/ આલ્કોહૉલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી. ક્યારેક ડ્રગ્સ / આલ્કોહૉલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે.

          જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા (નીડલ કે સીરિંજની મદદથી સીધું શિરામાં ઈજેક્શન) લે, તો તેને એઇડ્સ અને હિપેટાઇટીસ $-B$ (ઝેરી કમળો) થવાની શક્યતા રહે છે. આ રોગ માટેના વિષાણુ (viruses) ચેપી સોય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એઈડ્સ અને હિપેટાઈટીસ $-B$ બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે.

           તરુણાવસ્થામાં આલ્કોહૉલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે. જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે. ડ્રગ્સ અને આલ્કોહૉલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત (cirrhosis - વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ)ને હાનિ પહોંચે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહૉલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરિત અસરો પ્રેરે છે.

           ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં, કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે તે માટે તેનો ઉપયોગ કરે છે. રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇડ્સ, ડાયયુરેટિક્સ (મૂત્રવર્ધક) દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ, માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને.

મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી નર જાતિનાં લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર-ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિકચક્ર, ચહેરા અને શરીર પર રુવાંટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે જેવી આડઅસરો જોવા મળે છે.

જ્યારે પુરુષમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ-ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે.

આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં, ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓનાં વૃદ્ધિકેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે.

Similar Questions

મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........

નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો. 

નીચે આપેલાં પૈકી સાચાં વાક્યો શોધો.

$(i)$ કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. $(ii)$ યુવાનો આર્થિક લાભોને કારણે કેફી પદાર્થોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે. $(iii)$ કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ બંધાણી બને છે. $(iv)$ દારૂનો વારંવાર ઉપયોગ કરવાના કારણે 'વિડ્રોઅલ સિન્ડ્રોમ' થાય છે.

ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .

નીચેનામાંથી અસંગત લાક્ષણીકતાને ઓળખો.