English
Hindi
11.Organisms and Populations
easy

વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

એવું કોઈ નિવાસસ્થાન છે જ નહિ અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. કોઈ પણ જાતિ માટે, ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે. વનસ્પતિજાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી; જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ જીવોની તેને જરૂર પડે છે અને ત્યાર પછી, પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે 

તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે ન તો રહી શકે છે, પરંતુ જૈવસમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ, ઘણાં પરસ્પર અસરકર્તા જોડાણો (સહલગ્નતાઓ કે અનુબંધતાઓ) હોય છે, તેમ છતાં બધાં જોડાણો સહેલાઈથી જોઈ શકાતાં નથી.

          આંતરજાતીય આંતરક્રિયાઓ (પારસ્પરિક ક્રિયાઓ) બે જુદી-જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયા (પારસ્પરિક ક્રિયા)થી ઉદ્ભવે છે. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે લાભકારી, હાનિકારક કે તટસ્થ (ન લાભકારી કે ન હાનિકારક) હોઈ શકે છે. લાભદાયક આંતરક્રિયાઓ માટે $'+'$ ચિહ્ન, હાનિકારક માટે $'2'$ ચિહ્ન તથા તટસ્થ માટે $'0'$ ચિત્રની નિશાની કરેલ છે. તો ચાલો, આંતરજાતીય આંતરક્રિયાઓનાં બધાં શક્ય પરિણામો પર નજર કરીએ (કોષ્ટક).

કોષ્ટક $-$ વસ્તી આંતરક્રિયાઓ

જાતિ $A$ જાતિ $B$ આંતરક્રિયાઓનું નામ
$+$ $+$ સહોપકારિતા (mutualism)
$-$ $-$ સ્પર્ધા(competition)
$+$ $-$ પરભક્ષણ (predation) 
$+$ $-$ પરોપજીવન (parasitism)
$+$ $0$ સહભોજિતા (commensalism)
$-$ $0$ પ્રતીજીવન (amensalism)

          એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં -સહોપકારિતામાં બંને જાતિઓને લાભ થાય છે અને સ્પર્ધામાં બંનેને નુકસાન થાય છે. પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે (અનુક્રમે પરોપજીવી અને પરભક્ષીને) તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિ (અનુક્રમે યજમાન અને શિકાર) માટે નુકસાનકારક હોય છે. એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે અને બીજીને ન તો લાભ થાય છે કે ન તો હાનિ, તેને સહભોજિતા કહે છે. જ્યારે બીજી બાજુ, પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય છે જ્યારે બીજી જાતિ અપ્રભાવિત (અસર વગરની) રહે છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.