English
Hindi
13.Biodiversity and Conservation
medium

જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનાં કારણોને નીચેનાં ત્રણ ઉદ્દેશ્યોમાં સમાવાય છે :

$(a)$ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી $(b)$ વ્યાપક રીતે ઉપયોગિતાવાદી $(c)$ નૈતિક.

 

$(a)$ સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી : આ કારણો ખૂબ સ્પષ્ટ છે જેમ કે, $(i)$ મનુષ્યો પ્રકૃતિમાંથી સીધા અગણીત લાભો મેળવે છે – ખોરાક (ધાન્ય, કઠોળ, ફળ), બળતળ, રેસા, ઔઘોગિક પેદાશો જેમ કે ગુંદર, રાળ, રંગ, ટેનિન વગેરે અને ઔષધીય પેદાશો. $(ii)$ સ્થાનિક જાતિઓ લગભગ વનસ્પતિની $25000$ જેટલી જાતિઓનો પારંપરિક દવાઓ તરીકે ઉપયોગ કરે છે. $25$ ટકાથી વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવાય છે.

$(b)$વ્યાપક રીતે ઉપયોગિતાવાદી : $(i)$ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવવિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. $(ii)$ એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃૃવીના વાતાવરણના કુલ ઓક્સિજનના $20$ ટકા જેટલો $\mathrm{O}_{2}$ (ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. (iii) પરાગનયન જેના વગર ફળો કે બીજ નિર્માંણ ના પામી શકે. $(iv)$ બીજા અપ્રત્યક્ષ લાભો પણ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેવા કે, પક્ષીઓને નિહાળવાનો, ગાતા સાંભળવાનો, વિવિધ પુષ્પોને નિહાળવાનો, ગાઢ જંગલોમાં ચાલવાનો વગેરે.

$(c)$ નૈતિક : $(i)$ આ પૃથ્વીગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ જેના આપણે ઋણી છીએ. $(ii)$ દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે સમજવું જરૂરી છે કે દરેક જાતિ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે. $(iii)$ ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.