સંપર્કમાંની બે વસ્તુઓ વચ્ચેનું સીમાંત મર્યાદિત ઘર્ષણ એ શેનાથી સ્વતંત્ર છે
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $P$ અને $Q$ બ્લોક સ્પ્રિંગ થી જોડેલા છે બંને બ્લોક એક સાથે સરળ આવર્ત ગતિમાં $A$ એમ્પ્લીટુડથી ગતિ કરે તો $P$ અને $Q$ વચ્ચેનું મહત્તમ ઘર્ષણબળ કેટલું હશે?
“માણસ કોઈ ઘર્ષણવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઘર્ષણબળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.” આ વિધાન સાચું છે ? કારણ આપો.
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?
જયારે ઢાળનો ખૂણો $60^o$ થાય,ત્યારે બ્લોક ગતિ કરવાનું શરૂ કરે છે,તો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?