નીચે વિભાગ $-I$ માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેના કણો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$
ધુમાડો |
$(1)$ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન થતી બાપની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. |
$(B)$ ધૂળ | $(2)$ બારીક ઘન કણ |
$(C)$ ) ધુમ્મસ | $(3)$ ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય. |
$(D)$ ધૂમ | $(4)$ કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ. |
$(\mathrm{A}-4),(\mathrm{B}-2),(\mathrm{C}-3),(\mathrm{D}-1)$
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ ઠંડા પાણીમાં ઓક્સિજનની સાંદ્રતા $100\, ppm$ હોય છે.
$(2)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા $6\, ppm$ થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય.
એન્ટાર્કટિકાની ઉપર આવેલા વાતાવરણના ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે સર્જાયું ? તેની સમીકરણ સહ રજૂઆત કરો.
ઉદ્દીપકની ગેરહાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર એ એક ધીમી પ્રક્રિયા છે. પરંતુ વાતાવરણમાં આ પ્રક્રિયા સરળતાથી થાય છે. તે કેવી રીતે થાય તે વર્ણવો. $SO_2$ માંથી $SO_3$ ની બનાવટનાં સમીકરણો લખો.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે - સમજાવો.
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?