- Home
- Standard 11
- Chemistry
ક્લોરોફ્લોરોકાર્બન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરને પાતળું કેવી રીતે બનાવે છે. તે તેની સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવો.
Solution
પ્રોપેલન્ટ તરીકે વપરાતા એરોસોલ અને રેફિજરેટરમાંથી શીતક તરીકે વર્તતા ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં ભળે છે. તે દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. છે. ત્યાં તે સૂર્યનાં પારજાંબલી કિરણોની હાજરીમાં વિધટીત થાય છે અને તે ક્લોરિન પરમાણુ અથવા મુક્તમૂલક આપે છે.
$\mathrm{CF}_{2} \mathrm{Cl}_{2} \stackrel{h v}{\longrightarrow}{ }^{\bullet} \mathrm{CF}_{2} \mathrm{Cl}+\mathrm{Cl}^{\bullet}$
આ સક્રિય ક્લોરિન પરમાણુ ઓઝોન સ્તરને તોડી નાંખે છે.
$\mathrm{Cl}^{\bullet}+\mathrm{O}_{3} \rightarrow \mathrm{ClO}^{\bullet}+\mathrm{O}_{2}$
$\mathrm{ClO}^{\bullet}+\mathrm{O} \rightarrow \mathrm{Cl}^{\bullet}+\mathrm{O}_{2}$
એવું જેવા મળેલ છે કે $CFC$ નો એક પરમાણુ ઓઝોનના $1000$ અણુને તોડી નાંખે છે.