- Home
- Standard 11
- Chemistry
Environmental Study
hard
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે - સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
સૂર્યમાંથી આવતો દ્રશ્યમાન પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે અને તેને ગરમ કરે છે. જોકે પૃથ્વી જ્યારે ઠંડી પડે છે ત્યારે, આ ઊર્જાને ઇન્ફ્રારેડ કિરણોના સ્વરૂપમાં પૃથ્વીની સપાટીથી બહાર કાઢવામાં આવે છે. જે લાંબી તરંગલંબાઈ અને ગરમીની અસર ધરાવે છે.
આ ઈન્ફ્રારેડ કિરણો $\mathrm{CO}_{2}$ અને પાણીની બાષ્પ દ્વારા શોષાય છે. આ રીતે શોષાયેલી ગરમી પૃથ્વીની સપાટી ઉપર પાછી ફરે છે અને આ રીતે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધે છે.
જો પૃથ્વી પર આવતી સૌર ઊર્જા સતત રહે પણ $\mathrm{CO}_{2}$ની માત્રામાં વધારો થાય તો પૃથ્વી પર પછી ફરતી ઊર્જા/ગરમીની માત્રામાં પણા વધારો થાય છે. આમ, પૃથ્વીની સપાટી પરનું તાપમાન વધે છે.
આમ, ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની માત્રા ઉપર આધારિત છે.
Standard 11
Chemistry