ડ્રાયક્લિનિંગમાં ટેટ્રાક્લોરો ઇથેનની જગ્યાએ યોગ્ય ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ વૈકલ્પિક દ્રાવક છે. ટેટ્રાક્લોરો ઇથેનના વપરાશને અટકાવીને પર્યાવરણમાં કયા પ્રકારનું નુકસાન અટકાવવામાં આવે છે પ્રદૂષણની દૃષ્ટિએ શું ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ યોગ્ય છે ? સમજાવો
ટેટ્રાક્લોરો ઇથેન - $\mathrm{Cl}_{2} \mathrm{CH}-\mathrm{CHI}_{2}$ એ કેન્સરજન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તે ભૂર્ગભજળને પણ પ્રદૂષિત કરે છે. યોગ્ય ડિટરજન્ટ સાથે પ્રવાહી $\mathrm{CO}_{2}$ ના ઉપયોગથી હાનિકારક અસરોને અટકાવી શકાય છે.
ડિટરજન્ટ સાથે પ્રવાહી $\mathrm{CO}_{2}$ નો ઉપયોગ એ સંપુણપણે સલામત નથી. કારણ કે મોટા ભાગના ડિટરજન્ટ જૈવ-વિઘટનીય નથી અને તેઓ જળ પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત પ્રવાહી $\mathrm{CO}_{2}$ વાતાવરણમાં પ્રવેશી ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરવામાં ફાળો આપશે.
નીચે બે વિધાનો આપેલા છે:
કથન $I$: જો $BOD$ એ $4\,ppm$ અને ઓગળેલ ઓકિસજન એ $8\,ppm$ હોય તો, આ સારી ગુણવત્તાવાળું પાણી છે.
કથન $II$: ઝિંક અને નાઈટ્રેટ ક્ષારો દરેકની સાંદ્વતાઓ $5\,ppm$ હોય તો,આ સારી ગુણવત્તાવાળું પાણી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ, કરો.
ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.
ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ?
પર્યાવરણીય પ્રદૂષણના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવાં જોઈએ ?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.