- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
easy
ખોરાકસંગ્રહ માટે વનસ્પતિનાં રૂપાંતરો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
$\Rightarrow$ ખોરાકસંગ્રહ માટે વનસ્પતિનાં રૂપાંતરો :
$(a)$ સોટીમૂળમાં ખોરાકસંગ્રહ : ગાજર (Carrot)ના સોટીમૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ તે શંકુ આકાર બને છે. મૂળા (Raddish)માં ખોરાકસંગ્રહ થઈ તે ત્રાક આકાર બને છે. બીટ અને સલગમ (Turnip)માં ખોરાકનો સંગ્રહ થઈ ભ્રમરાકાર બને છે.
$(b)$ અસ્થાનિક મૂળમાં ખોરાકસંગ્રહ : શક્કરિયા (Sweet Potato)ના અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ કદમાં મોટા બની ફૂલે છે. તેને સરળ સાકંદ મૂળ (Simple Tuberous Root) કહે છે.
$\Rightarrow$ શતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં સર્જાય છે. તેમને ગુચ્છાદાર સાકંદ મૂળ (Fasciculated Tuberous Root) કહે છે.
Standard 11
Biology